ન્યુઝ ડે નેટવર્ક.
મુંબઈ ખાતે રમાયેલી આઇપીએલની
ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચ માં ગુજરાતે રશીદ ખાન ની લડાયક ઇનિંગ અને અંતિમ ઓવરોમાં સ્ફોટક બેટિંગ નાં સહારે જીતી હતી.
196 નાં લક્ષ્યાંક સાથે મેદાન માં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ રોમાંચ બાદ અંતિમ ઓવર માં રાહુલ તેવટિયા એ પહેલી બોલ પર સીક્સ ફટકાર્યા બાદ સિંગલ લઈ રશીદ ખાન ને સ્ટ્રાઇક આપી હતી.ત્યાર બાદ રશીદ ખાને ત્રીજા બોલે સીકસ અને ચોથો બોલ ડોટ બોલ કર્યો હતો.છેલ્લા 2 બોલ માં 9 રન ની જરૂર હતી ત્યારે રશીદ ખાને અંતિમ 2 બોલ માં બે સિકસો ફટકારી ટિમ ને 5 વિકેટે વિજય આપવી હતી.
આ જીત સાથે ગુજરાતે 7 મી પ્લે ઓફ મેચ જીતીને 14 પોઇન્ટ સાથે મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું.
અગાઉ સનરાઈઝર હૈદરાબાદ દ્વારા પ્રથમ બેટિંગ માં મર્યાદિત 20 ઓવર માં 6 વિકેટે 195 નો જંગી જુમલો ખડક્યો હતો.હૈદરાબાદ તરફથી sharma-65 અને માર્કરમ એ 56 રન ની ઈનીંગ રમી હતી તો ગુજરાત તરફથી સહા-68 અને રશીદ ખાન ની નિર્ણાયક 11 બોલ માં 31 રન ની રહી હતી.
ગુજરાત તરફથી શમી ને 3 વિકેટ જ્યારે હૈદરાબાદ તરફથી મલિક ગુજરાત ટાઇટન્સ ની પાંચે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
આજે IPL માં દિલ્હી સામે કોલકાતા નાઈટ રાઇડર્સ ની મેચ છે બંને ટીમો 6-6 પોઇન્ટ સાથે અંક ક્રમાંક માં સાથે છે.