૨૩ ફેબ્રુઆરી ૧૫૬૮ જ્યારે ૧૩૦૦૦ હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કર્યું અને અકબર જીત્યા બાદ પણ પરાજિત થયો

આજની યુવા પેઢી જ્યારે ગૂગલ પર “જોહર” શબ્દ ટાઇપ કરશે તો ગૂગલ સર્ચ માં કદાચ બોલીવુડ અભિનેતા – દિગ્દર્શક ના નામ આવશે. પરંતુ આ શબ્દ સાથે એક ગૌરવપૂર્ણ ઇતિહાસ જોડાયેલું છે જે અધૂરું છે અસ્પષ્ટ છે અને કદાચ ગુમનામી માં છે. આ ઇતિહાસ ને જાણવા કેટલીય વિખેરાય ગયેલી કડીઓ જોડવી પડે છે છતાંય સંપૂર્ણ સત્ય મળતું નથી.

રાજસ્થાન નો ચિત્તોડ દુર્ગ કે જ્યાં કેસરિયા અને જોહર નું એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. ચિત્તોડ ની ખમીરવંતી પ્રજાએ દુશ્મનો ના શરણે થવાની જગ્યા મૃત્યુ ના શરણે થવાનું પસંદ કર્યું. એક વાર નહી ૩ વાર ચિત્તોડ ની પ્રજા કેસરિયા – જોહર અપનાવી વીરગતિ ને પ્રાપ્ત થઈ પરંતુ દુશ્મન ને શરણે ના જ થઈ.

શું જોહર એ કાયરતા પૂર્વક પગલું હતું? શું જોહર સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો? શું હિન્દુ રાજપૂતો લડવા સક્ષમ ન હતા? એવા કારણ વગર નાં અને તથ્ય હિન પ્રશ્નો ઇતિહાસ ના દુશ્મનોએ છેલ્લા કેટલાય વર્ષ માં પેઢી દર પેઢી ચલાવ્યા છે. આ પ્રશ્નો નાં નિરાકરણ માટે એ ગૌરવમયી ઇતિહાસ ને સૂક્ષ્મ દૃષ્ટિ થી સમજવું પડે, એ સ્થિતિ ની જાણવું પડે કે એવા તો શું કારણો હતા કે હિન્દુ રાજપૂત સ્ત્રીઓએ જોહર કરી પોતાની જાતને અગ્નિ ને સમર્પિત કર્યું! આવો જાણીએ એ ગોરવશાલી ગાથા ને.

૧૫૬૭ નો સમય અકબર બાદશાહે લગભગ ૬૦ હજાર મુગલ સેનિકો સાથે ચિત્તોડ કબ્જે કરવાની યોજના બનાવી હતી.ત્યારે ચિત્તોડ દુર્ગ ના રાજા મહારાજ ઉદયસિંહ હતા .ચિત્તોડ ના હિન્દુ રાજપૂતોને આ હુમલાની જાણકારી મળતાં મહારાજ ઉદયસિંહ ને ત્યાંથી કુંભલગઢ જવાની આજીજી કરી પણ રાણા સાંગા ના વંશજ પરાક્રમી ઉદયસિંહ તૈયાર ન થયા આખરે બધા હિન્દુ રાજપૂતો ના સમજાવટ થી મહારાજ ઉદયસિંહ અજેય દુર્ગ કુંભલગઢ જવા તૈયાર થયા અને પોતાની પાછળ ચિત્તોડ દુર્ગ ની રક્ષા કરવાની કામગીરી સોંપતા ગયા વીર જયમલ મેડતિયા ને. જયમળ મેડતિયા એક એવા વીર યોધ્ધા કે જેઓએ એક વાર એકલા હાથે ગજરાજ હાથી ને ચિરી નાખ્યો હતો. હવે એવા બહાદુર સેનાપતિ ના હાથ માં ચિત્તોડ દુર્ગ ને રક્ષા ની જવાબદારી હતી તેમની સાથે હતા પત્તાસિંગ ચૂડાવત ,રાઠોડ બંધુઓ અને ૮૦૦૦ હિન્દુ સૈનિકો.

વીર જયમળ મેડતિયા ને ચિત્તોડ દુર્ગ સુરક્ષા ની સૂચના મળતાં તેઓ પોતાના સાથીદારો ,અને રાજપૂત સ્ત્રીઓ સાથે ચિત્તોડ દુર્ગ માટે નીકળી પડ્યા.માર્ગ માં અજમેર પાસે લૂંટારાઓ સાથે તેમનો સામનો થયો.લૂંટારાઓ થી ઘેરાઈ ગયેલા વીર જયમલજીને તેમના ભાઈ પ્રતાપસિંહે પૂછ્યું – “અઠે કે વઠે” (અહીંયા કે ત્યાં) ત્યારે જયમલ જી એ જવાબ આપ્યો કે “વઠે” અર્થાત્ ત્યાં. આ સાંભળી પ્રતાપસિંહે ની સૂચના થી ઘરેણાં એ લૂંટારાઓ ને આપી દેવામાં આવ્યા. શસ્ત્રો થી સજ્જ હિન્દુ રાજપૂતો એ આટલી આસાની થી ઘરેણાં કેમ આપી દીધા એ આશ્ચર્ય લૂંટારાઓને પણ થયું. જયમલજી પોતાના ઇષ્ટ શ્રીનાથજી નાં દર્શન કરવા નાથદ્વારા પોહોચી તો તે લૂંટારાઓ પણ ત્યાં એમને મળવા પોહિંચી ગયા અને પૂછ્યું કે “અઠે કે વઠે” નું અર્થ શું હતું? ત્યારે જયમલજી એ ઉત્તર આપ્યો કે અમે તો યુદ્ધ લડવા જ નીકળ્યા હતા એટલે યુદ્ધ અઠે અર્થાત્ અહીંયા તમારી સાથે કરવું કે વઠે ત્યાં મુગલો સાથે કરવું!જ્યારે સમગ્ર ઘટના ની જાણ થઈ ત્યારે લૂંટારાઓ નો સરદાર અશ્રુ સાથે નતમસ્તક થયો અને લુટેલી બધી જ કીમતી વસ્તુઓ પાછી આપી.

ચિત્તોડ દુર્ગ પોહોચેલા વીર જયમલ જી એ ત્યાં ની પ્રજા ને યુદ્ધ થી થનારા સંભવિત નુકસાન થી બચાવવા કાર્ય શરૂ કરી દીધું.પરંતુ ખબર મળી કે અકબર તેના ૬૦ હાજર સેન્ય બળ સાથે દુર્ગ નીચે આવી ગયો છે. વીર જયમલજીએ પ્રજાં ને સફળતા પૂર્વક સલામત સ્થળે પોહોચાડી દુર્ગ ના તમામ ૯ દરવાજા બંધ કર્યા.અંદર હતા ૮ હજાર હિન્દુ રાજપૂતો અને તેમની સાથે રાજપૂત સ્ત્રીઓ. આ યુદ્ધ માં ૬૦ હાજર મુગલ સેનીકો સામે ચિત્તોડ દુર્ગ માં હિન્દુ રાજપૂત હતા ૮ હાજર.એવું કહેવાય છે કે આ યુદ્ધ માં દારૂ ગોળા અને બંદૂકો નું ઉપયોગ થયું હતું.

અકબર ના સેન્ય દ્વારા દુર્ગ પર ઘણા હુમલા થયા પણ એક પણ હુમલા માં મુગલ સફળ થયા નહી.ત્યાર બાદ અકબર ની સેનાએ દુર્ગ માં પ્રવેશવા સુરંગો ખોદવાની શરૂ કરી પણ એ સુરંગો હિન્દુઓ દ્વારા ભરી દેવામાં આવતી.કેટલાય અસફળ પ્રયાસો બાદ તોપમારો કરીને અકબર સેનાએ દુર્ગ ની દીવાલો ધરાશાયી કરવા મેહનત કરી પણ હિન્દુઓ એક જ રાત માં દીવાલો ફરીથી ઊભી કરી દેતા. આ જ યુદ્ધ ક્રમ લગભગ ૫ મહિના ચાલતું રહ્યું અને દુર્ગ ની નીચે મુગલ સૈનિકો ની લાશો પડતી રહી.એવું કહેવાય છે કે તે સમયે એક બાલટી માટી લાવવાના બદલામાં મુગલ સેનિક ને એક સોના મોહર આપવી પડતી એવી સ્થિતિ સર્જાઈ હતી.ધૂળ અને સવર્ણ નું મૂલ્ય સરખો થયો એવી વાતો એ યુદ્ધ માં ચાલી હતી. નિષ્ફળતાઓ થી હેરાન થયેલા અકબરે વીર જયમલ જી ને સંદેશો પોહોચડ્યો કે તમે મને ચિત્તોડ દુર્ગ પર કબજો કરવા દો બદલા માં હું તમને તમારું જૂનું રાજ્ય પાછું આપીશું સાથે ચિત્તોડ નાં રાજા તરીકે માન્યતા આપીશું.પણ વીર જયમલજી એ વળતા જવાબ માં કહ્યું કે – અકબર હું ક્ષત્રિય છું સ્વામી થી વિશ્વાસ ઘાત અમારા લોહી માં નથી.તે આજ સુધી બળવાનો નો સામનો કર્યો નથી એટલે તું આવી વાતો કરે છે. આ સંદેશ સાંભળી અકબર ઘબરાઈ ગયો અને અજમેર શરીફ ની માન્યતા રાખી કે જો આ યુદ્ધ અકબર જીતી જશે તો અજમેર શરીફ જિયારત માટે જશે.

સતત નિષ્ફળ થતું અકબર સેન્ય અને વીર જયમળજી પાસે ખૂટતું અનાજ અને જરૂરી સામગ્રી. એવામાં એક દિવસ દુર્ગ ની ધરાશાયી થયેલ દિવાલના સમારકામ નું નિરીક્ષણ કરી રહેલા જયમલજી પર અકબર દ્વારા ગોળી ચલાવવામાં આવી જે તેમના પગ ઉપર વાગી.ગોળી નું ઝેર વીર જયમલ જી ના શરીર માં ફેલાવવા લાગ્યું.આખરે ખૂટતી જરૂરી સામગ્રીઓ અને શસ્ત્ર ભંડાર અને જયમલજી ની ઘાયલ અવસ્થા જોતા ચિત્તોડ નો ખમીરવંતી ઇતિહાસ પુનરાવર્તન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ નિર્ણય હતો કેસરિયા – જોહર. ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૮ નાં રોજ દુર્ગ માં ચિંતાઓ સજાવવામાં આવી.રાણી ફૂલકંવરબા નાં નેતૃત્વ માં સજ્જનબા સોનગરી, જિવાબા સોલંકીની,શારદાબા રાઠોડ અને લગભગ ૧૩ હાજર હિન્દુ સ્ત્રીઓએ પોતાની ઈજ્જત બચાવવા પોતાની જાતને અગ્નિ ને સમર્પિત કર્યું.રાત્રે દુર્ગ ની અંદર થી અગ્નિ ની જ્વાળાઓ જોઈ મુગલ સેન્ય ભયભીત હતું.તેઓ સમજી ગયા હતા કે આવનારો દિવસ કદાચ કાળ બનીને આવવાનું છે.

બીજા દિવસે હિન્દુ યુવકોએ અગ્નિકુંડ ની રાખ માથા પર લગાવી દેવી નાં દર્શન કર્યા ,કેસરિયો કરી અને શસ્ત્રો લઈ મુગલ સેના પર ભૂખ્યા સિંહ માફક તૂટી પડ્યા. વીર જયમલ જી ઘોડા પર સવારી કરવાની હાલત માં ન હતા તેથી તેઓ વીર કલ્લાજી રાઠોડ નાં ખબા પર બેસી રણભૂમિ માં ઉતર્યા. વીર જયમલજી અને કલ્લાજી ૨ પગ પર ચાર હાથ થી ચતુર્ભુજ ભગવાન ની જેમ તબાહી મચાવી રહ્યા હતા.આ દૃશ્ય દૂર થી જોઈ રહેલો અકબર પણ સ્તબ્ધ હતો.હિન્દુ સેનિકો પણ ક્યાંય પાછા ન હતા. જયમલજી, કલ્લાં જી,પ્રતાપજી,પત્તાજી આદિ વીરો દ્વારા ભયંકર માર કાટ થઈ.માથા કપાયા પણ તોય શરીર લડતા રહ્યા આ દૃશ્ય જોઈ મુગલો ભાગવા લાગ્યા.દુર્ગ ની પાસેથી વહેતી ગંભીરી નદી નું પાણી લાલ થઈ ગયું. યુદ્ધ આખરે સમાપ્ત થયું જયમલ જી સાથે વીરો વીરગતિ ને પ્રાપ્ત થયા.આ યુદ્ધ માં એક અંદાજ પ્રમાણે કુલ ૪૮ હાજર સૈનિકો મૃત્યુ ને પ્રાપ્ત થયા જેમાં ૮ હજાર હિન્દુ વીર અને ૪૦ હજાર મુગલ હતા.

યુદ્ધ સમાપ્ત થયા બાદ અકબર જ્યારે દુર્ગ માં પ્રવેશ કર્યો તો ત્યાં રાખ સિવાય કંઈ ના હતું.અકબર જીતેલો યુદ્ધ પણ હારી ચૂક્યો હતો . એ હતાશ અને ક્રોધ માં હતો.એવું કહેવાય છે કે અકબરે ચિત્તોડ દુર્ગ ની હતાશા માં માર્ગ ની અંદર આવતા ગામડાઓ માં ૩૦ હાજર હિન્દુ લોકો ને મૌત ને ઘાટ ઉતાર્યા હતા.આ નરસંહાર નાં કલંક ને ધોવા માટે આગ્રા કિલા નાં દ્વાર પર વીર જયમલજી અને કલ્લાજી ની મૂર્તિઓ લગાવવામાં આવી.આજે ૨૪ ફેબ્રુઆરી લગભગ ૪૫૩ વર્ષો બાદ પણ આ શોર્ય ગાથા દેશના ગૌરવ ને ફરી યાદ અપાવે છે.