પ્રથમ T20 મેચ માં શ્રીલંકા સામે ભારત નો ૬૨ રને વિજય

ભારત શ્રીલંકા વચ્ચે યોજાયેલી ૩ મેચો ની T20 સિરીઝ માં પહેલી મેચ ભારતીય ટીમે ૬૨ રનો થી જીતી લીધી છે. લખનઉ ખાતે રમાઈ રહેલી પહેલી T20 માં શ્રીલંકા ના કેપ્ટન ટોસ જીત્યા બાદ બેટિંગ માટે ભારતીય ટીમ ને આમંત્રિત કર્યું હતું.ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં કેપ્ટન રોહિત શર્મા ૪૪,ઈશાન કિશન ૮૯ અને શ્રેયસ અય્યર નાં નોટ આઉટ ૫૭ રન નાં કારણે ૧૯૯ નો જંગી સ્કોર બનાવ્યો હતો .

૨૦૦ રન નાં લક્ષ્યાંક સાથે મેદાન માં ઉતરેલી શ્રીલંકા ટીમ ની શરૂઆત સારી ન હતી.મેચ નાં પહેલા જ બોલે ભુવનેશ્વર કુમારે શ્રીલંકા ની વિકેટ લીધી હતી.ત્યાર બાદ શ્રીલંકા ની ટીમ ની વિકેટો પડતી રહી હતી.શ્રીલંકા ની આખી ટીમ મર્યાદિત ૨૦ ઓવર માં ૬ વિકેટ ગુમાવી ૧૩૭ રન જ બનાવી શકી હતી.શ્રીલંકા તરફથી એક માત્ર અસ્લાંકાએ લડત આપી નોટ આઉટ ૫૩ રન બનાવ્યા હતા.ભારત તરફથી બોલિંગ માં પ્રભાવશાળી દેખાવ કરતા ભુવનેશ્વર કુમાર,વેંકેટશ અય્યર એ ૨-૨ વિકેટ ઝડપી હતી જ્યારે ચહલ અને જાડેજા ને ૧-૧ વિકેટ મળી હતી. ભારતીય ટીમ તરફથી સ્ફોટક ૮૯ રન બનાવવા માટે ઈશાન કિશન ને પ્લેયર ઓફ દ મેચ નો ખિતાબ મળ્યો હતો.