પાકિસ્તાની જાસૂસની રાજસ્થાનમાંથી ફરી ધરપકડ, મિત્ર કહેતો રહ્યો ISI એજન્ટ પણ હજુ ન માન્યો
રાજસ્થાનમાં એક પછી એક પાકિસ્તાન દ્વારા જાસૂસીના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અલવરથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર મળ્યા છે. અહીં, રાજસ્થાન પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ અને જમ્મુની મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) એ સંયુક્ત કાર્યવાહીમાં અલવરમાંથી ચાર યુવકોની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. પૈસાના લોભને કારણે આરોપીઓ ભારતીય સેના, ઇતરાના આર્મી કેન્ટોનમેન્ટ, રેલવે સ્ટેશન અને વંદે ભારત ટ્રેનની હિલચાલ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી, ફોટા અને વીડિયો પાકિસ્તાનને મોકલતા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઝોપડી ગામના રહેવાસી ઉમેશ જાટવ અને તેના ત્રણ સાગરિતો સંજય જાટવ, ધારા જાટવ અને આકાશ જાટવનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ અનુસાર, પાકિસ્તાન સ્થિત હેન્ડલરોએ મહિલાઓની નકલી ઓળખ અને નામોથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો.


