દુર્લભ “હણોતરો ” રાજસ્થાન માં દેખાયો

દુર્લભ “હણોતરો ” રાજસ્થાન માં દેખાયો

ન્યુઝડે નેટવર્ક રાજસ્થાનના ધોલપુર-કરૌલી ટાઈગર રિઝર્વમાં કેમેરા ટ્રેપમાં દુર્લભ એશિયાટિક કારાકલ (સિયાગોસ) સારી સંખ્યામાં કેદ કરવામાં આવ્યા છે, જે વન્યજીવ સંરક્ષણ માટે સકારાત્મક સંકેત છે. બિલાડીની પ્રજાતિનું આ ચપળ અને શરમાળ પ્રાણી દેશના મોટાભાગના ભાગોમાંથી લુપ્ત થઈ ગયું છે. નિષ્ણાતોના મતે, અનામત વિસ્તારમાં સુરક્ષા અને અનુકૂળ રહેઠાણને કારણે તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.