દિલ્હી બ્લાસ્ટ: ફંડિંગ માટે કાનપુર ના NGO ના સંપર્ક માં હતા આરોપીઓ
ન્યુઝડે નેટવર્ક , ડોક્ટર શાહીનની ધરપકડ બાદ જ્યારે તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી તો એક પછી એક રહસ્યો સામે આવવા લાગ્યા. એજન્સીઓની તપાસમાં ડૉ. શાહીન અને ત્રણ NGOના બેંક ખાતાઓમાં અનેક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. તેના બેંક ખાતાઓમાં વિદેશથી ભંડોળ હોવાનું બહાર આવ્યું છે. એનજીઓ દ્વારા નાણાંની માંગ કરતી ગેંગનું નેટવર્ક ખાડી દેશો બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા સુધી વિસ્તરેલું છે. જેની કડીઓ શાહીનના નજીકના લોકો સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.


