આશારામ ના વચગાળાના જામીન મંજુર
ન્યુઝડે નેટવર્ક,રાજસ્થાન હાઈકોર્ટે સગીર પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેને કોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્મા અને જસ્ટિસ સંગીતા શર્માની ડિવિઝન બેન્ચે મંગળવારે આ નિર્ણય આપ્યો હતો.


