ભોપાલ અને ગ્વાલિયરમાં કાર્બાઈડ ગન પર પ્રતિબંધ

ભોપાલ અને ગ્વાલિયરમાં કાર્બાઈડ ગન પર પ્રતિબંધ

ન્યુઝડે નેટવર્ક
આંખને નુકસાન કરતા જીવલેણ ‘રમકડાં’ સામે કડક કાર્યવાહી
દિવાળીની ખુશી વચ્ચે મધ્યપ્રદેશમાં કાર્બાઈડ ગન તેણે અનેક પરિવારોની રાતો કાળી કરી નાખી. માત્ર 150-200 રૂપિયાની કિંમતના આ જીવલેણ ‘રમકડા’એ આ વખતે બાળકો અને યુવાનોની આંખોની રોશની પણ જોખમમાં મૂકી દીધી છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ગ્વાલિયર જિલ્લામાં જીવલેણ કેલ્શિયમ કાર્બાઈડ ગનથી બાળકોની આંખોને નુકસાન થયા બાદ બંને જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક અસરથી કાર્બાઈડ ગન પર પ્રતિબંધ લગાવી દીધો છે.