નુકસાનની ભરપાઈ સુધી બહિયલ ના આરોપીઓને જમીન ન મળે પોલીસ નું કોર્ટ માં એફિડેવિટ
ન્યુઝડે નેટવર્ક,નવરાત્રિના બીજા નોરતાની રાતે બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે મારામારી, વાહનો તથા દુકાનોમાં તોડફોડ – આગચંપી અને પથ્થરમારાની ઘટના ઘટી હતી. આ સાથે ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ પછી ગાંધીનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી.
આજે વહેલી સવારથી જ બહિયલ ગામમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બહિયલ ગામના બજારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. 86 જેટલા એકમો પર દાદાનું બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગરના એસપી, રવિ તેજા વાસમ શેટ્ટીએ કડક કાર્યવાહી કરતા જણાવ્યુ છે કે, “70 લાખનું નુકસાન આ ઘટનામાં થયું હતુ. આ નુકસાનની ભરપાઈ ન થાય ત્યાં સુધી આ લોકોને બેલ ન આપવાની કોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે.”


