દેવાયત ખાવડ ના જામીન મંજુર પણ સુરેન્દ્રનગર અને અમદાવાદ માં પ્રવેશ પ્રતિબંધ

દેવાયત ખાવડ ના જામીન મંજુર પણ સુરેન્દ્રનગર અને અમદાવાદ માં પ્રવેશ પ્રતિબંધ

ન્યુઝડે નેટવર્ક
ફેમસ ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને જામીન મળ્યા છે. વેરાવળ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જામીન મંજૂર કર્યા છે. દેવાયત ખવડને એક લાખના વ્યક્તિગત તથા અન્ય 6 આરોપીઓ 25 હજારના બોન્ડ તથા તમામને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.આરોપીઓને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે.

ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટના આદેશ બાદ આરોપીઓ જામીન પર મુક્ત થતાં તેમના પરિવારજનો અને ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.