અમદાવાદ સેવન ડે સ્કૂલ માં હત્યાકાંડ પર બબાલ
ન્યુઝડે નેટવર્ક
અમદાવાદ ના ખોખરા વિસ્તાર માં આવેલી એક સ્કૂલ માં નજીવી બાબતે થયેલી મગજમારી હત્યા સુધી પરિણમી જે ઘટનાએ આજે મોટો સ્વરૂપ લીધું.
અમદાવાદના ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો. આ ઘટના બાદ મૃ**તકના પરિવારે સ્કૂલમાં તોડફોડ કરી સ્ટાફને માર માર્યો હતો. જો કે હવે આ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે.
સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થીએ એક સમાચાર પત્ર ને વાતચીતમાં જણાવ્યુ કે- હુમલો કરનાર વિદ્યાર્થીએ છ*રી નહીં પણ ફિઝિક્સના સાધનથી હુમલો કર્યો હતો અને ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્ચ હાજર હતા છત્તાં કોઈએ મદદ ના કરી અને સ્કૂલની ઓફિસ પાસે વિદ્યાર્થીએ 30 મિનિટ સુધી લોહીલુહાણ હાલતમાં તરફડિયા માર્યા. અન્ય એકે જણાવ્યુ કે- જો સિક્યોરિટી ગાર્ડ કે ફેકલ્ટી વચ્ચે પડી હોત તો એ છોકરો આજે આપણી વચ્ચે હોત. ઘાયલ છોકરો ઢસડાતો ઢસડાતો સ્કૂલની ઓફિસ પાસે આવ્યો હતો પણ કોઈએ તેની મદદ નહોતી કરી.


