ગીર મા વન તંત્ર ની મજાક બનાવતા દૂસ્સાહસી યુવકો

ગીર મા વન તંત્ર ની મજાક બનાવતા દૂસ્સાહસી યુવકો

ન્યુઝડે નેટવર્ક.
ગુજરાત નો ગૌરવ એટલે સોરઠ નો સાવજ પોતાના મિજાજ માટે જાણીતો છે. એ ત્યાં સુધી માણસ પર હુમલો નથી કરતો જ્યાં સુધી માણસ તેની એક નિશ્ચિત દુરી ની ભંગ નથી કરતો. અથવા તો સિંહણ દ્વારા કયારેયલ હુમલા મા તેની પાસે તેના બચ્ચા કારણ હોય છે. અમુક કિસ્સા મા કાર ચાલક દ્વારા કરાયેલી પંજવણી નો ભોગ બીજા બન્યા હોય તેવી ઘટનાઓ છે.
વર્તમાન મા સિંહો પાસે જઈ સેલ્ફી લઈને સોશિયલ મીડિયા મા મૂકી પોતાની જાતને બહાદુર સાબિત કરી હીરો બનવાની માનસિકતા અમુક દૂસ્સાહસી લોકો મા જોવા મળી રહી છે તેનો એક કિસ્સો ગીરના અમરેલી વિસ્તાર મા ફરી જોવા મળી. આ પહેલા તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં સિંહ મારણ ની મિજબાની માણતા સમયે યુવક તેની નજીક પોહોચ્યો હતો. સિંહ ગુસ્સે થઇ તે યુવક તરફ આવ્યો અને જાતે જ રોકાઈ ગયો જેથી યુવક નો બચાવ થયો.
અમરેલી ગીરના રેવન્યુ વિસ્તાર મા એક યુવક બે સિંહનો ની નજીક જઈ સેલ્ફી લીધી અને વિડિયો સોસીયલ પ્લેટફોર્મ પર મુક્યો. વન્ય જીવ નજીક જવું એ કાનૂની અપરાધ હોવા છતાં આવું બનાવ બન્યું તે વન તંત્ર માટે લપડાક સમાન છે. આવી ઘટનાઓ વધતી જઈ રહી છે વન તંત્ર ને જરૂર છે કડક પેટ્રોલિંગ ની અને આવા દૂસ્સાહસી લોકોને સજા આપવાની.
જો આવા જોખમી સ્ટન્ટ વખતે વન્ય જીવ તેમના પર હુમલો કરે તો તેને પકડી પાંજરે પુરવામાં આવે છે પરંતુ આમાં દોષ ખરેખર વન્યજીવ નું હોય છે કે આવા દૂસ્સાહસી લોકોનું?