સાયબર ફ્રોડ માં બેન્ક કર્મીઓની સંડોવણી
ન્યુઝડે નેટવર્ક
સુરતના બહુચર્ચીત 1,550 કરોડના સાયબર ફ્રોડ કેસની તપાસમાં RBL બેંકના આઠ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી છે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ રૂ. 2.5 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. જેમાંથી રૂ. 1.20 કરોડ 164 સીઝ કરેલા ખાતાંમાંથી મળ્યા છે અને મુખ્ય આરોપી કિરાત જાદવાણીના ખાતામાંથી રૂ. 1.40 કરોડ પકડી પાડવામાં આવ્યા છે.
મુખ્ય આરોપીઓ કિરાત જાદવાણી, મેહુલ ઇટાલિયા અને દિવ્યેશ ચક્રરાની હતા, જેમણે નકલી દુકાનો અને બિઝનેસના દસ્તાવેજો આધાર પર બેંકમાંથી 164થી વધુ કરંટ ખાતાં ખોલાવ્યા હતા. RBL બેંકના સંડોવાયેલા કર્મચારીઓ આ પ્રક્રિયામાં શક્તિશાળી ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ કોઈ ફ્રોડની ફરિયાદ NCRP પોર્ટલ પર દાખલ થતી અને ખાતાં ફ્રીઝ થતાં, ત્યારે બેંક કર્મચારીઓ આરોપીઓને સમયસર માહિતગાર કરતા અને બાકીની રકમ તરત જ અન્ય ખાતાંમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપતા હતા. આ રીતે, આરોપીઓએ કરોડો રૂપિયા સાયબર ફ્રોડ દ્વારા કમાઈ અને તેમની હેરફેર કરતા હતા.


