દારૂ અને રેવ પાર્ટી ના રવાડે યુવા ધન બરબાદી ના રસ્તે
ન્યુઝડે નેટવર્ક.
દેશ વિશ્વ ની ટોપ 5 અર્થતંત્ર ની રેસ મા હરણ ફાળ ભરી રહ્યું છે ત્યારે સાંસ્કૃતિક રીતે કોઈ દેશ નું ભવિષ્ય બરબાદી ના રસ્તે હોય તેવી બે ઘટનાઓ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ એક ઘટના મા યુવક યુવતીઓ દારૂ ની મહેફિલ માણતા પકડવામાં આવ્યા હતા તેવી જ ઘટના ફરી સામે આવી છે.
પહેલી ઘટના ઉદયપુર ની છે જ્યાં રેવ પાર્ટી મનાવતા લોકો ની ધરપકડ કરવામાં આવી છે જેમાં લગભગ 36 ગુજરાતીઓ નો સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ 50 લોકો ની ધરપકડ થઇ જેમાંથી સુરત અમદાવાદ રાજકોટ જામનગર ના લગભગ 36 લોકો હતા.
બીજી ઘટના સુરત ની છે જ્યાં ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી મા દારૂની મહેફિલ માણતા લોકો ની ધર પકડ થઇ હતી.સુરત ના ડુમસ વિસ્તાર મા એક ફ્લેટ મા ચોથા માળે દારૂની મહેફિલ ચાલતી હતી તે સમયે એક આર્ટિસ્ટ ના સસરા પોલીસ ને માહિતી આપી હતી કે તેમની પુત્રવધુ દારૂની મહેફિલ માણી રહી છે. જેથી પોલીસે રેડ પાડતા 4 પુરુષ અને 2 મહિલા દારૂ સાથે ઝડપાયા હતા. પોલીસ પહોંચી ત્યારે હાલત એ રીતે ખરાબ હતી કે દારૂની ગંધ ના કારણે પોલીસ કર્મીઓએ નળ બંધ કરવું પડ્યું હતું. પોલીસે ધરપકડ કરેલી બે મહિલા આર્ટિસ્ટ સાથે 4 પુરુષ ની અટકાયત કરી છે.


