વનરાજ મિજબાની માણતા નજીક જવું પડ્યું મોંઘુ બચ્યો યુવક
ન્યુઝડે નેટવર્ક.
સોરઠ નો સિંહ સામાન્ય રીતે માણસ પાર હુમલો નથી કરતો પરંતુ માણસ જ તેના સામ્રાજ્ય અને તેના રાજાશાહી મિજાજ ને અવગણી મર્યાદા ઓળંગે તો!!! ભૂતકાળ માં પણ સિંહ નો મિજાજ જાણ્યા વગર દુસ્સાહસ ના પરિણામ લોકોને ભોગવવા પડ્યા છે. ફરી આવી જ એક ઘટના નો વિડીયો વાયરલ થયો છે.વિડીયો માં જોયા મુજબ સિંહ દ્વારા મારણ ની મિજબાની કરતો વિડીયો લેવાની લ્હાય માં યુવક તેની એટલી નજીક પોહોચી ગયો કે સિંહે પોતાનો પિત્તો ગુમાવ્યો અને હુમલો કરવા આગળ આવ્યો પરંતુ સદ્નસીબે સિંહ રોકાઈ ગયો અને યુવક નો જીવ બચી ગયો.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના બાંભોર અને તલ્લી ગામ વચ્ચે આવેલ સિમ વિસ્તારમાં સિંહની પજવણીનો વીડિયો થયો વાયરલ, સિંહ કરેલ મારણમાં સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો જેમાં કેટલાક લોકો દ્વારા ચીસો પાડી ખલેલ પાડી રહ્યા હતા, ગામના કેટલાક લોકો નું ટોળું સિંહ દ્વારા કરેલ મારણ ને જોવા પહોંચ્યું હતું, સિંહ પોતાનું શિકાર કરેલ મા૨ણ આરોગતો હતો તે સમય એ એક વ્યક્તિ પાસે જય ને સિંહનો વિડિઓ અથવા ફોટો પાડી પજવણી કરી, સિંહની પજવણી નો વીડિયો સોશ્યલ મીડિયા હાલ થઇ રહ્યો છે વાયરલ, જોકે સિંહ ની પજવણી ના વાયરલ વીડિયો બે દિવસ પહેલાનો છે.


