સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પર કાસ્ટિંગ કાઉચનો આક્ષેપ લાગ્યો

સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પર કાસ્ટિંગ કાઉચનો આક્ષેપ લાગ્યો

ન્યુઝડે નેટવર્ક
શાહરૂખ ખાનની ‘જવાન’માં વિલનનું પાત્ર ભજવનાર સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પર કાસ્ટિંગ કાઉચનો આક્ષેપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રામ્યા મોહન નામની એક મહિલાએ લખ્યું- ‘કોલિવુડમાં ડ્ર**ગ્સ અને કાસ્ટિંગ કાઉચ કલ્ચર કોઈ મજાક નથી. હું જે છોકરીને જાણું છું, જે હવે એક જાણીતો ચહેરો છે, તેને આ ગંદકીમાં ધકેલી દેવામાં આવી હતી. આજે તે રિહેબ સેન્ટરમાં છે.

ડ્ર**ગ્સ, માનસિક શોષણ અને વ્યવહારિક શોષણને ‘ઇન્ડસ્ટ્રીના ધોરણ’ કહીને છુપાવવામાં આવે છે. વિજય સેતુપતિએ તેણીને ‘કારવાન ફેવર’ માટે 2 લાખ અને ‘ડ્રાઇવ’ માટે 50 હજાર રૂપિયાની ઓફર કરી હતી અને સોશિયલ મીડિયા પર તે સંત હોવાનો ડોળ કરતો હતો.તે વર્ષો સુધી તેનો ઉપયોગ કરતો રહ્યો. આ ફક્ત એક યુવતીની વાર્તા નથી, આવી ઘણી બધી છે. મીડિયા આ લોકોને ભગવાનની જેમ પૂજે છે. ડ્રગ્સ અને સેક્સનું આ જોડાણ એક વાસ્તવિકતા છે, મજાક નથી.’