જૂનાગઢ જિલ્લામાં 166 શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ.
ન્યુઝડે નેટવર્ક ,જૂનાગઢ જિલ્લાના સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે આજે શિક્ષ સહાયક ભલામણ પત્ર અને નિમણૂક પત્ર વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે 166 નવા શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી લત્તાબેન ઉપાધ્યાયે નવનિયુક્ત શિક્ષકોને કર્તવ્યનિષ્ઠા અને ઉત્સાહથી ફરજ બજાવી, દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની પ્રેરણાદાયી અપીલ કરી. કાર્યક્રમમાં સંઘના પ્રમુખો, મંત્રીઓ, શાળા સંચાલકો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા.
આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફનું એક મહત્ત્વનું પગલું છે.


