ક્રિકેટર શમી ની પત્ની અને પુત્રી વિવાદમાં 
ન્યુઝડે નેટવર્ક ,મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની દીકરી અર્શી એક મોટા વિવાદમાં ફસાયા છે. અર્શી હસીન જહાંના પહેલા પતિની દીકરી છે. હસીન જહાં તેની દીકરી સાથે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરી રહી હતી. જ્યારે તેના પડોશીઓએ આનો વિરોધ કર્યો, ત્યારે તેણે ઝઘડો કર્યો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં હસીન જહાં એક મહિલા સાથે લડતી જોવા મળે છે. આ કેસમાં પોલીસે હસીન જહાં અને તેની દીકરી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.


