- પોલીસ ને પુરાવા માટે હિમાંશીકા ની ના
ન્યુઝડે નેટવર્ક ,
સગા બાપે દીકરી રાધિકાની હત્યા કરી. પોલીસે આ કેસમાં રાધિકાની મિત્ર હિમાંશિકાની ફોન પર પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન ઘણી માહિતી મળી છે. હિમાંશિકાએ પોલીસને જણાવ્યું કે રાધિકા અને હિમાંશિકાએ છેલ્લી વાર જાન્યુઆરી મહિનામાં ફોન પર વાત કરી હતી. આ મુજબ 6 મહિનાથી બંને વચ્ચે કોઈ વાતચીત કે સંપર્ક થયો નહતો.
રાધિકાની તેના પિતા દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ હિમાંશિકા સોશિયલ મીડિયા પર આવી હતી અને બે વીડિયોમાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી માંડી અનેક વાતો જણાવી હતી. ત્યારબાદ પોલીસે હિમાંશિકાનો સંપર્ક કર્યો હતો અને કેસ સંબંધિત માહિતી તેમજ ડિજિટલ પુરાવા માંગ્યા હતા. પરંતુ હિમાંશિકાએ આ સંદર્ભમાં પોલીસને ના પાડી દીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


