“ઉત્તર પ્રદેશમાં યાદવ ઢાબા નામથી ચાલતી હોટલ નો માલિક નીકળ્યો મુસલમાન”

ઉત્તર પ્રદેશમાં યાદવ ઢાબા નામથી ચાલતી હોટલ નો માલિક નીકળ્યો મુસલમાન

ન્યુઝ ડે નેટવર્ક, ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં પ્રશાસન દ્વારા કાવડ યાત્રા માર્ગ પર જેટલી હોટલો આવેલી છે તેની ચકાસણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે ત્યારે હોટલના માલિકોને નામ લખવાનું આદેશ કરી હતું જે વિષય પછી અદાલતના દ્વાર પર પહોંચ્યો હતો.
આ વર્ષે ફરીથી એ જ મુદ્દો ચર્ચામાં છે હોટલના માલિકો નું નામ અને હોટલનું નામ બંનેનું વિષય ચર્ચામાં છે ત્યારે ઉત્તર પ્રદેશમાં યાદવ ઢાબા નામથી ચાલતી હોટલના માલિક મુસલમાન નીકળ્યા છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના કોસંબી જિલ્લાના કડા ધામ પોલીસ ચોકીનો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોટલનું સંચાલન અંસાર અહેમદ નામનો વ્યક્તિ કરી રહ્યો હતો જે હિન્દુ નામનો ઉપયોગ કરી લોકોને ગુમરાહ કરી રહ્યો હતો જેની સૂચના મળતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હોટલ પરથી યાદવ ઢાબા નામનું બોર્ડ ઉતારવાની ફરજ પાડી હતી. પોલીસના સુત્રો અનુસાર સંસાર એમ જ હિન્દુ નામથી હોટલ ચલાવી રહ્યો હતો અને લોકોને ગુમરા કરી રહ્યો હતો જેનાથી ધાર્મિક ભાવનાઓ દુભાવાની શક્યતા હતી. પોલીસે અંસાર અહેમદને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે ફરીથી જો બોગસ નામથી હોટલ અથવા બોગસ એડ્રેસથી હોટલ કે ઢાબો ચલાવવામાં આવશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર મામલાની ગંભીરતાને જોઈને પોલીસે આખા ક્ષેત્રમાં આવા બોગસ નામથી ચાલતા હોટલ અને ઢાબા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસે કહ્યું હતું કે ધાર્મિક યાત્રાઓ અને વિશેષ કરીને કાવડ યાત્રાના માર્ગ ઉપર આવા બોગસ નામથી ચાલતા ઢાબા અને હોટલ ઉપર પોલીસની નજર છે.