ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ રોહીંગ્યા અને બાંગ્લાદેશીઓ ના પક્ષ માં ચિલ્લાવી રહ્યા છે.ગિરિરાજસિંહ
ન્યુઝડે નેટવર્ક, બિહાર વિધાનસભા પહેલા ચૂંટણી પાંચ દ્વારા હાથ ધરવામાં આવેલું મતદાતા વેરિફિકેશન અભિયાન દેશભરમાં ચર્ચા નું કેન્દ્ર બનેલું છે, ત્યારે ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ દ્વારા આ અભિયાન ના વિરોધ માં આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ના એક વરિષ્ઠ નેતાએ આ અભિયાન પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે 2.5 કરોડ મતદાતાઓ સૂચિ માં થી ગાયબ થઇ જશે. જયારે ચૂંટણી પાંચે એ પણ જાહેરાત કરી છે કે આ અભિયાન દેશના બીજા રાજ્યોમાં પણ ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં ગેર કાયદેસર વસતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને રોહીંગ્યા નાગરિકો મુદ્દે દેશના મોટા ભાગના નાગરિકો માં પણ એક મત છે જે તેમને રહેવાનું અધિકાર નથી ત્યારે ઇન્ડિ ગઠબંધન ના નેતાઓ ના આ સુર વિરોધાભાસ તરીકે જોવાઈ રહ્યા છે.
આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ નો ઓણ નિવેદન સામે આવ્યું છે, તેમને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ બાંગ્લાદેશી અને રોહીંગ્યા ના પક્ષ માં ચિલ્લાવી રહ્યા છે. તેમને આગળ ઉમેરતા કહ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે પણ બિહાર માં ચૂંટણી પાંચ ના વોટર વેરિફિકેશન ને સ્વીકાર્ય કર્યું છે. તેમજ તેમને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ને ગરીબો ના હિતકારી નથી તેવું કહ્યું હતું.

