“ઇન્દોર લવ જેહાદ ના માધ્યમ થી હિન્દૂ છોકરીઓ નું ધર્મ પરિવર્તન રેકેટ, કોંગ્રેસ નેતા નો સપોર્ટ “

ઇન્દોર લવ જેહાદ ના માધ્યમ થી હિન્દૂ છોકરીઓ નું ધર્મ પરિવર્તન રેકેટ, કોંગ્રેસ નેતા નો સપોર્ટ ”

ન્યુઝ ડે નેટવર્ક,મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં લવ જેહાદ રેકેટ સામે આવ્યો છે. ઇન્દોર ના બાણ ગંગા ચોકી માં બે અઠવાડિયા પહેલા સાહીલ શેખ નામના વ્યક્તિ પર લવ જેહાદ અને દુષ્કર્મ નો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ જ દિવસે અન્ય એક મહિલા દ્વારા અલ્તાફ અલી નામના વ્યક્તિ સામે દુષ્કર્મ ને લવ જેહાદ નું કેસ કરવામાં આવ્યું.આ બંને આરોપીઓ એ બતાવ્યું કે તેમને કોંગ્રેસ થી જોડાયેલા પાર્ષદ અનવર કાદરી એ સાહીલ ને રૂપિયા 2 લાખ અને અલ્તાફ ને રૂપિયા 1 લાખ રોકડા આપ્યા હતા. રોકડા આપવા બદલ શરત હતી કે બંને આરોપી રોકડા ના બદલા માં હિન્દૂ યુવતી ને લવ જેહાદ માં ફસાવી લગન કરે અને તેમનું ધર્મ પરિવર્તન કરાવે.પોલીસે માહિતી મળતા કોંગ્રેસ નેતા અનવર કાદરી ના ઘરે છાપો માર્યો તો અનવર કાદરી ફરાર થઇ ગયા. આ બધા વચ્ચે એક ત્રીજા મુસ્લિમ યુવાને પણ કબુલ્યું કે અનવર કાદરી રોકડા આપી હિન્દૂ યુવતી ને ફસાવી ધર્મ પરિવર્તન નું કામ કોંગ્રેસ નેતા અનવર કાદરી કરતો હતો. અનવર કાદરી પર પોલીસે NSA લગાવી આગળ ની તપાસ હાથ ધારી છે.