u
ન્યુઝ ડે નેટવર્ક, ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માહિતી આપતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના વિઝન – “એક પેડ માં કે નામ ” હેઠળ 5 જૂન 2025 ના રોજ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 29 જૂને આ અભિયાન આગળ વધ્યું, અને 9 જુલાઈ ના રોજ આ અભિયાન એક નવી ઊંચાઈ હાંસલ કરશે, જયારે આખા ઉત્તર પ્રદેશ રાજ્ય માં 37 કરોડ વૃક્ષારોપણ કરવામાં આવશે. આ સાથે વડાપ્રધાન ના વિઝન હેઠળ આ અભિયાન એક પેડ માં કે નામ સફળતા પૂર્વક એક નવા શિખર પર પોહોંચશે. આ સાથે આગળ ઉમેરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ માં છેલ્લા 8 વર્ષો માં 237 કરોડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.


