આખો વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.ત્યારે અમદાવાદ શહેર ને પણ ભૂગર્ભજલ સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર રિપોર્ટમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે.પરિણામે જમીનમાં નીચે ઉતરેલા પાણીના સ્તર ઊંચાઈ પર આવે છે. પણ કડવી હકીકત એ છે કે રિચાર્જ ની સરખામણીમાં વપરાશ વધુ થાય છે જે ચિંતાજનક છે અમદાવાદમાં વરસાદને કારણે 8,944 પોઇન્ટ 47 એચએએમ પાણીથી રિચાર્જ થયું જ્યારે અન્ય સ્ત્રોતને કારણે 2026 એચએએમ રિચાર્જ થયું હતું.
આ રીતે કુલ મળીને 1381.73 એચએએમ પાણી રિચાર્જ થયું હતું. આ તરફ અમદાવાદમાં વર્ષે 12,712.5 એએમ ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં 18.279 એચએએમ સિંચાઈ માટે વપરાઈ રહ્યું છે જ્યારે 325 એચએએમ ઉદ્યોગમાં અને 819.36 એચએએમ ભૂગર્ભજળ ઘર વપરાશમાં ઉપયોગ થઈ રહ્યો છે.કૂવામાંથી ઇલેક્ટ્રીક મોટર ના માધ્યમથી બેફામ રીતે ભૂગર્ભ જળ ખેંચાઈ રહ્યું છે ત્યારે હાલ અમદાવાદ શહેરમાં 152% ટકા ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે આ જોતા અમદાવાદ શહેર વધુ પડતા ભૂગર્ભજળના ઉપયોગની જોખમ ની કેટેગરીમાં મુકાયું છે.
પાણીના વિષયમાં અમદાવાદ શહેર માટે આ ખરેખર ભવિષ્ય માટે ચિંતાજનક વાત છે.અમદાવાદ શહેરના કુલ 47,359.34 હેક્ટર જમીન પૈકી 41,990 હેક્ટર જમીનમાં રિચાર્જ થઈ રહ્યું છે.આમ છતાંય 5368 હેક્ટર જમીનમાં પાણીની ગુણવત્તા બગડી રહી છે ,જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે .ક્ષારની માત્રા વધતા રોગોને આમંત્રણ મળી રહ્યો છે .આ કારણોસર સાંધાના દુખાવાથી માંડીને અન્ય રોગોના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ચોમાસા પછી અમદાવાદ શહેરમાં પાણીનું સ્તર 20.06 મીટર પહોંચી જાય છે.આમ જો ભૂગર્ભ જળના વપરાશ પર કાબુ નહીં મેળવવામાં આવ્યું તો આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા વધુ ઘેરી અને સંકટ મય બની જશે.