“આર અશ્વિન ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર”

ન્યુઝ ડે નેટવર્ક.
2 માર્ચ 2023,ઇન્દોર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ ની ત્રીજી ટેસ્ટ મેચ માં ત્રણ મહત્વપૂર્ણ વિકેટો લેવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમના બોલર ઓલરાઉન્ડર આર અશ્વીને એક સિદ્ધિ નોધાવી છે.આ મેચ માં ત્રણ વિકેટ ઝડપવા સાથે આર અશ્વિન ભારત તરફથી સૌથી સફળ બોલર નો યાદીમાં ત્રીજા ક્રમનો સૌથી સફળ બોલર બન્યો છે.આર અશ્વિને કપિલ દેવ નો રેકોર્ડ તોડ્યો હતો. 269 આંતરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા અશ્વિન નાં નામે હવે કુલ 689 વિકેટ છે જ્યારે ભૂતપૂર્વ ભારતીય સુકાની અને ઓલ રાઉન્ડર કપિલ દેવ નાં નામે 687 વિકેટ રેકોર્ડ છે.ઇન્દોર ખાતે રમાઈ રહેલી ટેસ્ટ આર અશ્વિન ની કારકિર્દી ની 91 મી ટેસ્ટ મેચ છે .અશ્વિન અત્યાર સુધી ટેસ્ટ માં 466 અને 113 વન ડે માં 151 વિકેટ ઝડપી ચૂક્યો છે.