ન્યુઝ ડે નેટવર્ક.
દિલ્હી માં યોજાયેલ યુથ ક્લાઈમેટ કોનકલેવમાં માન્યા મકવાણા તથા માનસી ઠાકરએ કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ
ભાયલીના પ્રકૃતિપ્રેમી બાળ મિત્ર મંડળના બાળ પ્રતિનિધિ યૂથ ક્લાઈમેટ કોન્ક્લેવમાં ભાગ લીધો. નવી દિલ્હીમાં વિશ્વ કક્ષાની પરિષદમાં દેશમાંથી પસંદ થયેલા 50 પ્રવૃત્તિકા૨ોમાં માન્યા અને માનસીનો સમાવેશ થયો હતો. ધો.4માં ભણતી સામાન્ય પરિવારની 10 વર્ષિય માન્યા મકવાણા 100થી વધુ પ્રકારનાં પક્ષી ઓળખી શકે છે અને મહુવા ના માનસી ઠાકર એ CEE અમદાવાદ ખાતે ઇન્ટરશીપ કરી રહ્યા છે. દિલ્હી ખાતે યુરોપિયન યુનિયન EU, UNICEF, TERI , Ministry of Environment Forest and Climate Change તથા દેશની પ્રતિષ્ઠિત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા યુથ ક્લાઈમેટ કોનકલેવ નું આયોજન કરવામાં આવેલ જેમાં દેશ ભર માંથી 50 લોકો ને પસંદ કરવામાં આવેલ . જેમાં ગુજરાતના માન્યા મકવાણા તથા માનસી ઠાકર ની પસંદગી થયેલ. મહુવામાં પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ તથા ફ્રી એનિમલ રેસ્ક્યું સર્વિસ ગ્રુપ સાથે સંકળાયને છેલ્લા બે વર્ષથી દરિયામાં વસવાટ કરતા અસંખ્ય જીવોને રક્ષણ માટે પ્લાસ્ટિક પ્રદૂષણ ને અટકાવવું છે જેમાં યુવાનો બહેનો મળી દર રવિવારે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કરી વડીલો યુવાઓને પ્લાસ્ટિક અંકુશ પર જાગૃત કરે છે. જયદીપ જાની તથા જયદીપ ભેડા ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ આ સંસ્થા પક્ષીદર્શન, પક્ષીઓ પશુઓને રેસક્યું કરી સારવાર પૂરી પાડી માનવતા નું કામ કરે છે તથા વિવિધ કાર્યક્રમો દ્વારા વિધાર્થી, યુવાવર્ગ અને સામાન્ય નાગરિકો ને પર્યાવરણ સાથે જોડવા કાર્યરત છે .