“કચ્છ માંથી BSF ને મળ્યું બિનવારસી ચરસ નું પેકેટ”

ન્યુઝ ડે નેટવર્ક.
ભુજમાં બીએસએફ ની ટીમને પેટ્રોલિંગ કરતી વખતે બેટ પાસેથી ચરસનુ પેકેટ મળ્યું હતું.જખો નાં ઇબ્રાહિમ પીર બેટ પાસે થી આ પેકેટ મળ્યું હતું.પકડાયેલા આ પેકેટ પર અરેબીકા પ્રીમિયમ ઇગો ઇસ્ટ કેફે વેલ્વેટ નું લખાણ લખેલું હતું.ઝડપાયેલ આ પેકેટ પાકિસ્તાન થી દરિયાઈ મોજા નાં માધ્યમ થી ભારતીય સરહદે આવ્યું હોવાનું અનુમાન છે.આ પેકેટ ની રિકવરી બાદ બીએસએફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.બીએસએફ ની બટાલિયન 102 દ્વારા આ પેકેટ પકડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કેટલાય ટાઇમ થી બીએસએફ ની ટીમ દ્વારા આ પ્રકાર ના ચરસ નાં પેકેટ ઝડપી પાડવામાં કિસ્સા સતત ચાલી રહ્યા છે.