ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને હાલ માં જ NAAC ની ટિમ દ્વારા A+ ગ્રેડ આપવામાં આવ્યો હતો તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં નવો વિવાદ ઉભો થયો છે.મળતી માહિતી મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો નાં અધ્યાપકોએ યુનિવર્સિટી નાં કુલપતિ ને બિનજરૂરી કામ સોંપવાના વિરોધ માં રજૂઆત કરી હતી.અધ્યાપકોએ આ મુદ્દે કામગીરી નો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.ટેકનિકલ શિક્ષણ નાં અદ્યાપક મંડળે કુલપતિ ને પત્ર લખી રજૂઆત કરી હતી કે અધ્યાપકોને ઓનલાઈન ગુણ પત્રક ભરવાની જવાબદારી સોંપાય છે અને ભૂલ થાય તો દંડ વસુલવામાં આવે છે તેમજ સુપરવિઝન અને પ્રશ્નપત્ર જેવા કામ માટે મહેનતાણા ની રકમ વર્ષ સુધી ચૂકવાતી નથી.આ સાથે અધ્યાપક મંડળે કામગીરી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.