ન્યુઝ ડે નેટવર્ક.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્થાપના કાળથી કેમ્પસમાં જાતિવાદી વાતાવરણ સમાપ્ત થાય તે માટે કાર્ય કરે છે.
મૂળ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના મણિનગરના અને IIT મુંબઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યા સમગ્ર શિક્ષણ જગતને વ્યથિત કરનારી ઘટના છે.આ ઘટના સામે પ્રતિઉત્તર ના ભાગરૂપે ABVP એ કેમ્પસ માં બનતી જાતિવાદી ઘટનાઓ સામે મોરચો ખોલ્યો હતો. તાજેતરમાં જ અટલ ફૂટઓવર બ્રિજ પર થી NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થી એ આત્મહત્યા કરી ઉપરાંત માં IIT મદ્રાસ ના વિદ્યાર્થી સ્ટેફન સન્ની એ તા. ૧૩-૦૨-૨૦૨૩ ના રોજ અને NIT કાલીકટના વિદ્યાર્થી નિધિન શર્મા એ ૧૫-૦૨-૨૦૨૩ ના રોજ આત્મહત્યા કરેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે કોરોના પછી સર્જાયેલ શિક્ષ્ણ પદ્ધતિના લીધે વિદ્યાર્થીઓની આત્મહત્યા નું પ્રમાણ વધતું જાય છે તે બાબતે સરકાર દ્વારા ગંભીરતા પૂર્વક પગલા લેવા જોઈએ. રાષ્ટ્રીય સંસ્થાનમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.