“ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને NAAC દ્વારા A + ગ્રેડ “

ન્યુઝ ડે નેટવર્ક .
શહેર માં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં NAAC ની ટીમ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ માં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ને A+ ગ્રેડ આપવામાં આવતા વિદ્યાર્થીઓ નો, યુનિવર્સિટી નાં પદાધિકારીઓ અને ટિચિંગ – નોન ટિચિંગ સ્ટાફ નાં ઉત્સાહ માં વધારો થયો હતો. યુનિવર્સિટી ને A+ ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ લાભ મળે તેવી શક્યતાઓ છે.
નિરીક્ષણ કરવા આવેલી NAAC ની ટીમે યુનિવર્સિટી ની સ્ટાર્ટ અપ ઇનોવેશન ,સ્ટુડન્ટ પોર્ટલ,એક્ઝામ સિસ્ટમ વગેરે નું નિરીક્ષણ કર્યું હતું.તમામ પ્રકાર ના મુદ્દાઓ પર ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ NAAC ની ટીમે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને A+ ગ્રેડ આપ્યું હતું.