ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત યુનિવર્સિટી બહાર આજે પ્રદીપ પ્રજાપતિ માટે વોન્ટેડ લખેલા પોસ્ટર અજાણ્યા ઇસમો દ્વારા લગાવવામાં આવતા યુનિવર્સિટી માં ફરી વિવાદ નો મધપૂડો છેડાઈ રહ્યો છે .મળતી માહિતી મુજબ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ નાં ઇશારે યુનિવર્સિટી માં એક આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસર ની નિમણુક કરાવી હતી .એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે પ્રદીપ પ્રજાપતિ એ પોતાની સત્તા નો દુરુપયોગ કરીને આ મહિલા ની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક કરાવી હતી.જે બાબતે પોલીસ ફરિયાદ પણ નોધવામાં આવી છે જેના પગલે સબંધિત લોકો યુનિવર્સિટી માં ન દેખાતા હોવાના કારણે આવા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.