“વય મર્યાદા પૂરી થતાં પહેલાં ટાટ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા”

ન્યુઝ ડે નેટવર્ક .
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માં ભરતી થાય તે બાબતે ટાટ પાસ વિદ્યાર્થીઓ આજે શિક્ષણ મંત્રી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ને રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી લગભગ સાત હજાર જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ઝડપી થાય તેમજ શિક્ષણ વિભાગ જલ્દી નોટીફિકેશન બહાર પડે તેવી માંગ કરી હતી.ઉમેદવારો નાં જણાવ્યા અનુસાર છેલ્લે વર્ષ 2018 માં ભરતી થઈ હતી.ત્યાર પછી ભરતી નિયમ માં સુધારા થયા હોવા છતાં અને ભરતી માટે ઉમેદવારો દ્વારા બે વર્ષમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ભરતી કરાઈ નથી.આ ઉમેદવારો ધોરણ 9 થી 12 માં ખાલી પડેલી સાત હજાર જેટલી જગ્યાઓ માટે રજૂઆત કરી રહ્યા છે.
ઉમેદવાર નિલેશ ડાભી અનુસાર સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 756 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498 ,સરકારી માધ્યમિક શાળામાં 730,ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 2547 જગ્યાઓ ખાલી છે.ઉમેદવારો ની માંગણી છે કે ખાલી પડેલી જગ્યાઓ પર ટેટ ની જેમ જ ટાટ ઉમેદવારો ની ભરતી કરવામાં આવે. ભરતી નાં થવાના સંજોગોમાં કેટલાય ટાટ પાસ ઉમેદવારો ની વય મર્યાદા પણ પૂર્ણ થવા જઈ રહી છે.