ન્યુઝ ડે નેટવર્ક.
થોડા સમય અગાઉ ગાંધીનગર ખાતે નેશનલ ગેમ રમવા આવેલી યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ સુરત નાં ગોડાદરા વિસ્તાર માં નોધવામાં આવી છે.મળતી માહિતી મુજબ 17 વર્ષની ગોડાદરા ની યુવતી જૂનાગઢ માં હોસ્ટેલ માં રહી અભ્યાસ કરે છે .આ યુવતી થોડા મહિના પહેલા સોફ્ટ બોલ માટે ગુજરાત તરફથી નેશનલ ગેમ માં ગાંધીનગર આવી હતી.જ્યાં મહેસાણા નાં યુવક સાથે સંપર્ક માં આવી હતી.યુવક અને યુવતી જે હોટલ માં રોકાયા હતા ત્યાં જ બંને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા.ઘરે પરત ફર્યા બાદ મહિનાઓ બાદ યુવતી નાં પેટ માં દુખતા તેણીના પિતાએ હોસ્પિટલ માં લઇ જઇ તપાસ કરાવી ત્યારે યુવતી ને પાંચ માસ નો ગર્ભ હોવાની જાણ થઈ હતી. આ સાંભળીને પિતા પર આભ ફાટ્યું હતું.જાણવા મળ્યા મુજબ આ બંને યુવક યુવતી ત્યાર બાળ પણ સોશિયલ મીડિયા મારફતે કોન્ટેક્ટ માં રહ્યા હતા.સમગ્ર મામલે ગોડાદરા પોલીસ સ્ટેશન માં મહેસાણા નાં યુવક પ્રકાશ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોધવામાં આવી છે.