ન્યુઝ ડે નેટવર્ક.
જન્મદિવસ ઉજવવા માટે નવી નવી રીત નો ચીલો પાડતા લોકો ક્યારેક સમાજ માટે ભૂલ બની જતા હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટ શહેર માં બન્યો હતો.રાજકોટ નાં સ્વામિનારાયણ ચોક ખાતે આ ઘટના બની હતી.પરિવાર નાં પુત્ર અને તેના મિત્રો જન્મદિવસ ઉજવવા 9 લોકો પાંચ કાર લઈને માલવિયાનગર પોલીસ સ્ટેશન ની હદના વિસ્તાર માં સ્વામિનારાયણ ચોક ખાતે ગાડીઓ ઊભી રાખી રસ્તો બ્લોક કર્યો હતો.આ સ્થળે સ્પ્રે અને આગ સાથે ડાન્સ કરી રહેલા લોકો ટ્રાફિક ને નડતર રૂપ બન્યા હતા.આ લોકોને માલવિયા નગર પોલીસ નો ટીમે રસ્તા પર થી હટવાની વાત કરતા બે મહિલા સહિત 9 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ની ટીમ સાથે ઝપાઝપી કરી ઘર્ષણ માં ઉતર્યા હતા.સરેઆમ કાયદા નું ઉલંઘન કરતા આ લોકો ટ્રાફિક અને અન્ય લોકો ને પણ નડતર રૂપ બનતા આખરે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે ફરિયાદ નોધવામાં આવી હતી.