“કેન્દ્રીય નાણાં સચિવ ટિ .વી.સોમનાથ ની ટિપ્પણી સામે ABVP એ વિરોધ નોંધાવ્યો”

ન્યુઝ ડે નેટવર્ક.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા શિક્ષા ક્ષેત્ર માટેના બજેટ સંદર્ભે કરેલી ટિપ્પણી ની નિંદા કરી વિરોધ નોંધાવ્યો હતો.


એક ખાનગી અંગ્રેજી ન્યુઝ માધ્યમ ને ઇન્ટરવ્યૂ આપતી વખતે કરેલી ટિપ્પણી નાં વિરોધ માં વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રેસ વિજ્ઞાપ્તી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટિ.વી. સોમનાથ દ્વારા એક ખાનગી અંગ્રેજી ન્યુઝ માધ્યમ સામે જે ટિપ્પણી શિક્ષા ક્ષેત્ર નાં બજેટ માટે કરવામાં આવી છે તે નાં માત્ર રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 સમયે શિક્ષા ક્ષેત્ર બાબતે થયેલી વ્યાપક સામૂહિક વિમર્શ નાં વિપરીત છે પરંતુ નિશ્ચિત સમયાંતરે વડાપ્રધાન મોદી દ્વારા શિક્ષા ક્ષેત્ર ને લઇને જતાવવામાં આવેલી ચિંતા ની પણ ઉપેક્ષા કરે છે.
શિક્ષણ ક્ષેત્ર માં મૂળભૂત ઢાંચા નો વિકાસ,ઉચ્ચ શિક્ષણ માં જી. ઈ.આર ની દયનીય હાલત ને સુધારવા તેમજ અમૃત કાળ માં નવી અપેક્ષાઓ ને અનુરૂપ રાષ્ટ્રીય શિક્ષા નીતિ માં દર્શાવવામાં આવેલા વ્યાપક પરિવર્તન સુનિશ્ચિત કરવા જેવા અલગ અલગ પ્રકાર ની જરૂરિયાતો ને પૂરી પાડવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સાથે ખાનગી ક્ષેત્રોએ મળીને પૂરતું ઇન્સ્વેટમેન્ટ પૂરું પાડવું જરૂરી છે.
1966 માં કોઠારી આયોગ દ્વારા જીડીપી નાં 6% શિક્ષણ ક્ષેત્ર માટે નિર્ધારીત કરવાનો અંદાજ મૂક્યો હતો તેમજ રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાથે શિક્ષણ ક્ષેત્ર માં પ્રકાશ માં આવેલા દસ્તાવેજો બાબતે સમયે સમયે ઊંડાણ થી રિસર્ચ ઉપરાંત નિષ્ણાંતો ની ટીમ દ્વારા સમયાંતરે શિક્ષણ ક્ષેત્ર નાં બજેટ માં વધારો કરવાના સૂચનોને તર્કસહિત દર્શાવવામાં આવ્યું છે.શિક્ષણ ક્ષેત્ર નાં બજેટ માં વધારો તો થયો છે પરંતુ જીડીપી માં શિક્ષણ ક્ષેત્ર માટે જરૂરી 6% પર ધ્યાન નથી અપાયું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કહ્યું હતું કે અંગ્રેજી દેનિક ને શિક્ષા બજેટ બાબતે આપવમાં આવેલા ઇન્ટરવ્યૂ માં નાણાં સચિવ સોમનાથે જે નિવેદન આપ્યું છે તે તેમની શિક્ષણ ક્ષેત્ર વિષયે પૂરતી જાણકારી નો અભાવ દર્શાવે છે સાથે જ તેમનું આ નિવેદન બિનજવાબદાર વલણ દર્શાવે છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાં રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્કય શુક્લ દ્વારા કહેવામાં આવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર માં સમુચિત ધનરાશિ નિવેશ નો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે ,દેશના દરેક બાળક સુધી શિક્ષા પહોંચ સાથે તેની ક્વોલિટી સુધારવા માટે પર્યાપ્ત ધનરાશિ ની ફાળવણી એક ખૂબ મહત્વનું કારણ છે.વિશ્વના ઘણા દેશ પોતાને ત્યાં શિક્ષણ ક્ષેત્ર માં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે.એક આવા સમય માં જ્યારે આખો દેશ નવી શિક્ષા નીતિ બાદ નવા અને સકારાત્મક પરિવર્તન તરફ મીટ માંડીને બેઠો છે ત્યારે આ પ્રકાર ની ટિપ્પણી શિક્ષણ સમૂહ માં સરકાર ની વિરુદ્ધ માં અવિશ્વાસ વધારશે.કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા શિક્ષણ ક્ષેત્ર નાં બજેટ વિશે કરવામાં આવેલી આ ટિપ્પણી અનુચિત તેમજ દુર્ભાગ્યપૂર્ણ છે.