ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
વડોદરા શહેરના મુસ્લિમ પ્રેમી એ હિન્દુ પરિણીતાની હત્યા કરી પ્રેમિકાની લાશ દફનવી દીધી હતી. વડોદરાની પોર GIDC માંથી ગુમ પરણીતાની લાશ મળી આવી હતી. પ્રેમી એ જ હત્યા કરી લાશ દાટી દીધી હોવાનું સામે આવ્યું છે. મિત્તલ રાજુભાઈ બાવળીયા 22 મી જાન્યુઆરીથી ગુમ થયેલ હતી. જે પરિવાર દ્વારા 10 દિવસ અગાઉ જ મિત્તલ બાવળિયાની ગુમ થયા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને મિત્તલ બાવળીયાના ઈસ્માઈલ સાથેના પ્રેમ સંબંધની પણ પોલીસ સ્ટેશનના જાણ કરી હતી. ગુમ થયેલી પરણીતાનો CCTV ફૂટેજ ના આધારે ભેદ ઉકેલાયો છે. CCTV ફૂટેજમાં મિતલબેન સ્માઈલ સાથે GIDC સુધી બાઈક પર ઈસ્માઈલ સાથે ગઈ હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે પોલીસે પોર GIDC થી લાશને બહાર કાઢી આરોપી ઈસ્માઈલ ની ધરપકડ કરી લીધી છે. ગત 22 મી જાન્યુઆરી થી આ યુવતી ગુમ થઈ હતી. વિધર્મ યુવકે જ યુવતી ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ ભાવનગર ની વતની (ઉ. વ 35) મિતલબેન રાજુભાઈ બાવળીયા ની હત્યા પ્રેમી ઈસ્માઈલ એ ગળુ દબાવીને જ હત્યાની નિપજાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જે પ્રેમી છે તેને 2.5 લાખ રૂપિયા તેની પ્રેમિકા (મિત્તલ બાવળીયા) પાસેથી ઉધાર લીધા હતા. તે પાછા આપવા માટે આના-કાની કરતો હતો. પૈસાની લેતી દેતી બાબતે જ પ્રેમી છે તેણે જ પ્રેમિકાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોર રમણ ગામડી GIDC વિસ્તારમાં દફનાવાયેલો મિત્તલ બાવળિયા નું મૃતદેહ આઠ દિવસ બાદ મળી આવ્યો છે. વિઘર્મી યુવક દ્વારા પોતાની જ પ્રેમિકા ની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.