‘નશા મુક્ત પરિસર ‘ ના પ્રસ્તાવ સાથે ABVP ની હુંકાર રેલી

ન્યુઝ ડે નેટવર્ક.
વર્ષ 1949 થી વિદ્યાર્થીઓ માટે કાર્યરત વિદ્યાર્થીઓ ની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની અમદાવાદ શહેર માં ‘ છાત્ર હુંકાર રેલી ‘ યોજાઇ હતી. આ રેલી માં શહેર નાં લગભગ 2500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ રેલી માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ નાં સંગઠન મંત્રી અશ્વિની શર્મા સાથે યુવાનો માં લોકપ્રિય પ્રસિદ્ધ ગુજરાતી ગાયક આદિત્ય રાજ ગઢવી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

નશામુક્ત પરિસર ની માંગ:
છેલ્લા કેટલાય સમયથી સમાચાર માધ્યમો માં અવારનવાર આવતી નશાં નાં કારોબાર ની ખબરો અને રાજ્ય નાં યુવાધન ને બરબાદ કરવાનાં લક્ષ્યાંક સાથે દેશ વિરોધી તાકતો સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ આ છાત્ર હુંકાર રેલી માં નશામુકત પરિસર ની માંગ સાથે વિદ્યાર્થીઓએ એક સુર માં પ્રસ્તાવ પાસ કર્યો હતો.

શહેર નું નામ કર્ણાવતી કરવાની માંગ:
1987 થી વારંવાર ચર્ચા માં રહેલા અને શહેર નાં રહીશો નાં હૃદય પર અંકિત થઈ ચુકેલા નામને પુનઃ પ્રસ્થાપિત કરી ફરી એક વાર કર્ણાવતી નામ કરવા માટે આ છાત્ર હુંકાર રેલી નાં માધ્યમ થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાં છાત્રોએ આવાજ બુલંદ કર્યો હતો.

ગુજરાત યુનિ.માં પ્રવેશ પરીક્ષા અને પરિણામ માં સુધારા:

આ છાત્ર હુંકાર રેલી નાં માધ્યમ થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાં વિદ્યાર્થીઓએ ગુજરાત યુનવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ માં સુધારા માટે પણ એક સુર માં પ્રસ્તાવ પારીત કરીને યુનિવર્સિટી ને જાહેર માં સંદેશ પોહોચાડ્યો હતો.