“પિતા દ્વારા પરિણીત પુત્રી નાં અપહરણ ની ફરિયાદ”

ન્યુઝ ડે નેટવર્ક.
ભિલોડા નાં ભૂતાવળ ગામ ખાતે રહેતા એક સમાજ નાં યુવક અને બીજા સમાજ ની યુવતી વચ્ચે બે વર્ષના સંપર્ક બાદ પ્રેમ સબંધ બંધાતા બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આ બંને યુવક યુવતી અમદાવાદ ખાતે રહેવા આવી ગયા હતા.પરંતુ ગામ માં એક સમાજ દ્વારા બીજા સમાજ નું બહિષ્કાર કરાતા 17 જેટલા પરિવારો એ અરવલ્લી કલેકટર ને રજૂઆત કરી હતી.એક સમાજ દ્વારા બીજા સમાજ ના લોકો પર લાઈટ પાણી તથા દૂધ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો હોવાની રજૂઆત કરાઈ છે.
બીજી બાજુ સરદાર નગર ખાતે આ યુવકે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ યુવક યુવતી નોબલ નગર ખાતે એક સબંધી ને મળવા હતા ત્યારે યુવતી નાં પિતા ચાર લોકો સહિત ત્યાં આવી ગયા હતા અને યુવક ને માથા માં મારી પોતાની ક્રેટા ગાડી માં યુવતી નું અપહરણ કરી ગયા હતા.