” વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ બોક્સ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ
અમદાવાદ,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી લગાવવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓ અઠવાડિયામાં બે વખત આ પેટી ખોલી તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. તેમના માટે આ સુવિધા કરાઈ છે. ફરિયાદ પેટીમાં આવતી અરજીઓના નિકાલ ની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપાય છે. ફરિયાદમાં તથ્ય હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લેશે.