ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત ના યુવા ધન ને બરબાદ કરવા તત્પર એવું ડ્રગ્સ નું દૂષણ દિવસે ને દિવસે વિસ્તરિત થઈ રહ્યું છે.ઘણા સમય થી શહેરી વિસ્તારો માં થી ડ્રગ પેડલર પકડવાના કિસ્સાઓ સમાચાર માં જોવા મળી રહ્યા છે ત્યારે હવે આંચકા રૂપ કિસ્સા માં રાજ્ય નાં ગ્રામ્ય વિસ્તાર માં થી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સા સામે આવ્યા છે.ઉત્તર ગુજરાત નાં પાટણ જિલ્લા માં આવેલા સિદ્ધપુર તાલુકા નાં ખળી ગામ માં ડ્રગ પકડવાનો કિસ્સો સામે આવ્યો છે.ડ્રગ નો જથ્થો લઇ ડીલવરી આપવા નીકળેલા વ્યક્તિ ની પોલીસ ની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ધમડારામ ગોદારા નામનો વ્યક્તિ ઊંઝાથી ડ્રગ્સ નો જથ્થો લઈને સિદ્ધપુર નાં નેદરા ગામના ખોરજીયા સાઉદ સહિદને ડિલિવરી આપવા જવાનો હોવાની માહિતી સિદ્ધપુર પોલીસ ને મળી હતી.બાતમી નાં આધારે પોલીસે બંને શખ્શો ને કાર અને બાઈક સાથે ઝડપી લીધા હતા.પોલીસે તપાસ કરતા ડ્રગ્સ નો 13.10 ગ્રામ નો જથ્થો લગભગ રૂપિયા 1.31 લાખ ની કિંમત નો પકડાયો હતો.પોલીસે કાર અને બાઇક સાથે બંને ની અટકાયત કરી આગળ ની તપાસ શરૂ કરી હતી.