ન્યુઝ ડે નેટવર્ક.
ભાષા નાં કારણે નડતી મર્યાદાઓ ને ઓળંગીને શિખર સર કરવા મક્કમ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી વર્ષ થી મેડિકલ નો અભ્યાસ ગુજરાતી ભાષા માં પણ કરી શકાશે.નવી શિક્ષણ નીતિ નાં ભાગરૂપે મેડિકલ અભ્યાસ ઉપરાંત અન્ય ટેકનિકલ અભ્યાસ માટે પણ અભ્યાસ ક્રમ માતૃભાષા માં તૈયાર કરવામાં આવી રહ્યું હોવાની માહિતી છે.આ તૈયારી નાં ભાગરૂપે અભ્યાસ ડિઝાઇન કરવા એક્સપર્ટ ની કમિટી ઓ પણ બનાવવામાં આવી છે.
ગુજરાત સરકાર તરફથી સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે કે નવા વર્ષ થી વિદ્યાર્થીઓને મેડિકલ નાં અભ્યાસ માટે અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષા નો પણ વિકલ્પ મળશે.મેડિકલ નાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા માં અભ્યાસ કરી શકે તેવી યોજના સરકાર દ્વારા કરવામાં આવશે.સાથે જ ટેકનિકલ અભ્યાસ નાં વિદ્યાર્થીઓ માટે પણ આવું જ આયોજન કરવામાં આવશે.