ન્યુઝ ડે નેટવર્ક.
રાજ્ય ની શાળાઓમાં ઓરડાની ઘટ ની વાતો સામે રાજ્ય સરકાર હરકત માં આવતા શિક્ષણ ક્ષેત્રે ત્વરિત નિર્ણય લેવાના શરૂ કર્યા છે,આના ભાગ રૂપે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે નવા દસ હજાર વર્ગખંડો બાંધવા તેમજ 21 હજાર વર્ગખંડો રિપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યું કરી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે વર્ષ 2020-2021 માં મહામારી નાં લીધે બાંધકામ કામગીરી ન થવાના કારણે ઓરડાની ઘટ ઊભી થઈ હતી .30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં અંદાજે 21 હજાર ઓરડાની ઘટ સામે આવી હતી જેને દૂર કરવા આ કાર્યવાહી કરવામાં આવી છે.