“બેવડી સદી ક્લબમાં નવા ભારતીય ખેલાડી નો ઉમેરો “

ન્યુઝ ડે નેટવર્ક.
વર્ષો પહેલાં વનડે મેચો માં બેવડી સદી કરવી એ એક પડકાર હતું.ભારત નાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા વિશ્વ માં પ્રથમ બેવડી સદી ફટકારવામાં આવી હતી,ત્યાર બાદ વિશ્વ માં એવા કેટલાય નામ છે જે લોકોએ બેવડી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો છે.પરંતુ આ શ્રંખલા માં ભારતીયો નો જ દબદબો ડંકાની ચોંટે રહ્યો છે.સચિન બાદ સેહવાગ અને ભારતીય સુકાની રોહિત શર્મા તો રેકોર્ડ બ્રેક અને માઈલ સ્ટોન એવા હાઈએસ્ટ રન નો વિક્રમ નોધાવી ચૂક્યો છે,જે રેકોર્ડ હજુય અકબંધ છે.
આ હરોળ માં વધુ એક ભારતીય ખેલાડી નું નામ જોડાયું છે. શુભમન ગિલે આજે હૈદરાબાદ ખાતે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી વનડે માં બેવડી સદી ફટકારતાં ભારતે 349 રન બનાવ્યા હતા અને પ્રવાસી ટીમ ને જીતવા 350 રન નો લક્ષ્યાંક આપ્યો હતો. શુભમન ગિલે 149 બોલ નો સામનો કરી 9 સિક્સ અને 19 ફોર સાથે 208 રનનો અંગત સ્કોર આજે નોંધાવ્યો હતો.આજે ગિલે આની સાથે વનડે ક્રિકેટ માં 1000 રન પુરા કરવાની સિદ્ધિ પણ નોધાવી હતી.