ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
ભારતીય જનતા પાર્ટી ની નવી રચાયેલી સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરતા તંત્ર નેએક બાદ એક ફરિયાદો મળવાનો દોર શરૂ થયો હતો.અત્યાર સુધી અમદાવાદમાં શહેર માં વ્યાજખોરી નાં આતંક સામે પોલીસને 53 અરજીઓ મળી છે. સેટેલાઈટના 3, ઓઢવ ના 4, ઇસનપુરના બે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો. અમદાવાદમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે કડક કાર્યવાહીની સૂચના આપ્યા પછી પોલીસે 9 આરોપી સામે ગુનો નોંધ્યો છે. અને ધરપકડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવશે. વ્યાજખોરોની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પોલીસે લોક દરબારનું પણ આયોજન કર્યું છે. જેના પગલે ડીસીપી કક્ષાના અધિકારીઓ સામે જ પીડીતો ફરિયાદ કરી શકે છે. પાંચ દિવસમાં કુલ 53 અરજીઓ મળી હતી. જે સંદર્ભે પોલીસ કાર્યવાહી ચલાવી રહી છે. અમદાવાદ શહેરમાં 5 જાન્યુઆરીએ પોલીસને 9, 6 જાન્યુઆરીએ 9, 7 જાન્યુઆરીએ 14, 8 જાન્યુઆરીએ 12 અને 9 જાન્યુઆરી 9 અરજીઓ મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 દિવસમાં વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવાની જાહેરાત કરી હતી. શહેર પોલીસે વ્યાજખોરો સામેની સ્પેશિયલ ડ્રાઈવ માં સેટેલાઈટમાં 3, ઓઢવમાં 4 અને ઇસનપુરમાં 2 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. પાંચ દિવસમાં પોલીસને વ્યાજખોરોના ત્રાસની 53 અરજીઓ મળી છે.ઓઢવમાં ચાર વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને પીડીતે ડીસીપી ઓફિસમાં ફોન કરીને વ્યાજખોરોની માહિતી આપી હતી. બાદમાં પોલીસે પીડીતાને બોલાવીને તેની ફરિયાદ લીધી હતી. આ મામલે ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને તથા 100 નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે વ્યાજખોરો સામે પોલીસ હવે કડક પગલાં લેશે.