“વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ માં પ્રથમ કેસ ખેડા માં નોંધાયો”

ન્યુઝ ડે નેટવર્ક.
વ્યાજખોરો નાં આતંક સામે ખેડા જિલ્લાના કપડવંજ નાં એક ગામ અક્લાઇ ગામ ની એક મહિલા પીડિત બની હતી આરોપીઓ કપડવંજ નાં જ આંબલીયારા નાં ત્રણ લોકો છે. આ ત્રણે સામે કપડવંજ ટાઉન માં ઊંચા વ્યાજ ની લાલચ માં નાણાં ધીરવા સામે ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ એક ગાય ને વેચાણ થી લેવા માટે મહિલાએ વ્યાજખોરો પાસે થી 15 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ 20 હજાર સામે ત્રણ લાખથી વધુ ચૂકવ્યા છતાં મામલો થાળે પડ્યો ન હતો.કપડવંજ નાં અંકલાઈ પ્રતાપપુરા ગામે 40 વર્ષીય મહિલા એ રૂ.30 હજાર માં ગાય વેચાતી લીધી હતી જેના 10 હજાર ભરી દિધા હતા બાકીના 20 હજાર તેમને કપડવંજ નાં આંબલીયારા ગામના ત્રણ લોકો પાસે થી 15 ટકાના વ્યાજે લીધા હતા.જેમાં દર 10 દિવસે વ્યાજ નો હપ્તો ચૂકવવાની વાત થઈ હતી.સમયાંતરે ચૂકવણી કર્યા બાદ પણ વ્યાજ ખોરો દ્વારા રૂપિયા ત્રણ લાખ રકમ ની માંગણી વ્યાજ સાથે કરવામાં આવી હતી જે બાબતે વ્યાજખોરો દ્વારા મારપીટ કરવામાં પણ આવી હતી.આ સમગ્ર બાબતે કપડવંજ ટાઉન માં ફરિયાદ નોધાઇ છે.પોલીસે ગણત્રી ની કલાકોમાં આરોપીઓ ની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.વ્યાજખોરો સામે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી ઝુંબેશ નું આ પ્રથમ કેસ નોંધાયું હતું.