ન્યુઝ ડે નેટવર્ક.
શહેર માં હત્યારાઓ બેફામ બની રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે એક અઠવાડિયા પહેલા ચાણક્ય પૂરી વિસ્તારમાં રાજસ્થાન નાં વતની યુવક રાજેન્દ્ર નવલ ની હત્યા થઈ હતી જેનાથી આસપાસ નાં વિસ્તાર માં સૌ કોઈ સ્તબ્ધ હતા જયારે આજે ફરી શહેર માં હત્યા નો બનાવ બનવા પામ્યો હતો.
અમદાવાદ શહેર નાં સરસપુર વિસ્તાર માં આવેલા પ્રકાશ પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી.આજે રાત નાં સમય માં સરસપુર પ્રકાશ પેટ્રોલ પંપ પાસે આવેલી ચંદુ લાલ ની ચાલી માં રહેતો એક યુવાન ચાલવા નીકળ્યો હતો ત્યારે હત્યારાઓએ આવીને આ યુવાન ને છરી નાં ઘા ઝીંકી દીધા હતા. આ બાબતે હજુ વધુ વિગતો સામે આવી નથી પરંતુ પોલીસે ઘટના સ્થળ પહોંચીને તપાસ ની શરુઆત કરી દીધી છે જેના અંતર્ગત આસપાસ નાં સીસી ટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે જેના આધારે હત્યારાઓ સુધી વહેલી તકે પહોંચવામાં સફળતા મળે અને હત્યા માટેના કારણ જાણી શકાય તેમજ હત્યારાઓ ને સજા અપાવી શકાય.