“કૂવામાં પડવાથી સિંહ સિંહણ નું મૃત્યુ,સિલસિલો યથાવત”

ન્યુઝ ડે નેટવર્ક.
ખાંભા વિસ્તાર માં ખેડૂતની વાડી માં ખુલ્લા કૂવા માં પડી જવાથી સિંહ અને સિંહણ નું મૌત થયું છે.આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ની ટીમે સ્થળે પહોંચી સિંહ સિંહણ નાં મૃતદેહ બહાર કાઢી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.ગીર પંથક માં ખુલ્લા કુવાઓ સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.
આવી ઘટનાઓ પ્રકાશ માં આવી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા પણ લોકોને વન્ય પ્રાણીઓ નાં જતન અને બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.વન વિભાગ રેવન્યુ અને ખેતીવાડી વિસ્તારો માં ખુલ્લા કૂવા પર બાંધકામ કરવાં અને જો કોઈ વન્ય પ્રાણી (સિંહ,દિપડો..)કૂવામાં પડી જાય તો તેના માટે ખાટલો કે લાકડા અંદર નાખી એની મદદ કરવા સમજાવી રહ્યું છે.