સિંહ નાં પ્રવાસ વિસ્તારમાં આગ”

ન્યુઝ ડે નેટવર્ક.
વન ની વનરાજ કહો કે સૌરઠ ની સાવજ,ગુજરાત નું ગૌરવ અને ગુજરાતીઓની સાર સંભાળ નાં લીધે સિંહો આજે એક એક ડગલું આગળ ભરી સૌરાષ્ટ્ર થી પણ આગળ નીકળી રહ્યા છે.છતાં અમુક તત્વો ને બાદ કરતાં સિંહો આજે પણ ગુજરાત માં નિશ્ચિત પણે ફરી રહ્યા છે. આ ગૌરવ ને કલંકિત કરતી એક ઘટના ગત ૪ તારીખે બની.વિસ્તાર હતો પોરબંદર.
પોરબંદર નાં ઇન્દિરા નગર નજીક સાવજે વસવાટ કરતા છેલ્લા ૨ મહિના માં ઘણી વખત પશુઓનું મારણ કરવાની ઘટના બની છ.મળતી માહિતી મુજબ ઓડદર વિસ્તાર નાં ગૌશાળા માં સિંહે ૪ તારીખે ૬ પશુઓને મૌત ને ઘાટ ઉતારતા અફરાતફરી થઈ હતી. સ્થાનિકો ની વારંવાર ફરિયાદ છતાં વન વિભાગ દ્વારા સિંહ નું સ્થળાંતર કરવામાં ન આવતા ત્યાં આગ લગાડવાની ઘટનાઓ બનવા પામી હતી.આગ લગાડવાની આ ઘટના છેલ્લા લગભગ ૨૦ દિવસો માં ચોથી વખત બની હતી.છેલ્લે ૪ તારીખે ઓડેદર વિસ્તારના ચાડેશ્વર મંદિર પાસે આગ લગાડવામાં આવી હતી.જે ૯ કલાક ની જહેમત બાદ પણ ઓળવી શકાઈ ન હતી.સિંહ ને ભગાડવા માટે અમુક તત્વો દ્વારા કરાવાતી આવી જઘન્ય ઘટનાઓ તપાસ નો વિષય છે.જંગલ ખાતાએ આ વિષય માં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ની માંગ ઉઠી છે.