ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
ગુજરાત હાઇકોર્ટ નાં કડક વલણ વચ્ચે પોલીસ તંત્ર હરકત માં છે ત્યારે ચાણક્યપુરી માં બ્રિજ પાસેની ઘટના ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બની છે. ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવવાનાં કારણે પશુ પક્ષીઓ સહિત માણસો ને પણ થતાં નુકસાન સામે થયેલ જાહેર હિતની અરજી બાબતે ગુજરાત હાઇકોર્ટ તાજેતરમાં જ સરકાર પાસે ચાઈનીઝ દોરીના વેચાણ સામે લીધેલા પગલાનો રિપોર્ટ માંગ્યો હતો. પોલીસે ઘાટલોડિયા માં થી ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવતા યુવકની ધરપકડ કરી હતી. ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવતા ધરપકડ થવાનો ગુજરાત રાજ્યનો આ પ્રથમ કિસ્સો બન્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પહેલા વ્યાપારીઓ મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરી લાવીને વેચે છે. પોલીસે હાઇકોર્ટ ની ટકોર બાદ આવા વેપારીઓ પર દરોડો પાડીને ચાઈનીઝ દોરી નો જથ્થો કબજે કરવાનું શરૂ કર્યું સાથે જ અમદાવાદ શહેર પોલીસે ગઈ કાલે ચાઇનીઝ દોરી ને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું.જેમાં ચાઇનીઝ દોરી ખરીદ વેચાણ અને સંગ્રહ કરવા બાબતે કહેવામાં આવ્યું હતું. ઘાટલોડિયા પોલીસ પેટ્રોલિંગ વિસ્તારમાં હતી એ સમય દરમિયાન ગુરુવારે બપોરે 4.15 વાગ્યે ચાણક્યપુરી બ્રિજ પાસેના મેદાનમાં એક છોકરો ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવી રહ્યો હતો. પોલીસે અજય વાઘેલા નામના 22 વર્ષના યુવાનની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ચાઇનીઝ દોરી થી અકસ્માત અને નુકસાન નાં અકડાઓ માં વધારો કરતી ઘટનાઓ માં ગઈ કાલે ચાઈનીઝ દોરી વાગવાથી સાહિલ ઠાકોર નામના યુવાનના ગળા પર 12 ટાંકા લેવા પડ્યા હતા. ચાઈનીઝ દોરી થી 4 થી6 સેમી નો ઘા પડ્યો હતો. જીવલેણ ચાઈનીઝ દોરી થી પતંગ ચગાવી રહેલા યુવાને ઘાટલોડિયા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.