ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
હિન્દુ ધર્મ માટે મહત્વના સ્થાન જ્યાં આવેલા છે,હિન્દુ તીર્થસ્થાનો ધરાવતું અને પર્યાવરણ ની દૃષ્ટિએ રમણીય એવા ઉત્તરાખંડ રાજ્ય માં ભારત ચીન સરહદે આવેલા દેશના અંતિમ શહેર જોશી મઠ નું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.જોશીમઠ, જોશીમઠ ઐતિહાસિક શહેર સંકટમાં, વિજ્ઞાનીઓએ કહ્યું કે વિસ્થાપન જરૂરી છે. જોશીમઠમાં મકાનોમાં તિરાડો અને પાણી ઝરે છે. વિરોધ વધતા બે પ્રોજેક્ટ બંધ થશે. અલક નંદા નદી તરફ ખસી રહેલા આ શહેરની જમીન ધસી જવાના કારણે 561 મકાનોમાં તિરાડ પડી ગઈ છે. હવે તો આ મકાનોની દિવાલમાંથી પણ પાણી પડી રહ્યું છે. આ કારણે અનેક લોકોએ મકાનો ખાલી કરવા પડ્યા છે. આ કારણસર ભારતીય સૈન્યના ગઢવાલ સ્કાઉટસ અને ભારત તિબેટ બોર્ડર પોલીસની બટાલિયન પણ પરેશાન છે. ભૂગર્ભ વિજ્ઞાનીઓ કહે છે કે આ ખતરો ગંભીર છે. આ બાબતે યોગ્ય પગલા નહીં લેવાય તો કુદરતી આફત આવી શકે છે. આ બાબતે જોશીમઠ નું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે તેથી ગભરાયેલા લોકો ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે. ત્યાર પછી સરકારે એનટીપીસી તપોવન વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના અને જોશીમઠ બાયપાસ નું કામ પણ બંધ કરી દીધું છે. ધાર્મિક યુવહાત્મક અને પર્યાવરણની દ્રષ્ટિએ રાજ્ય સરકારે ગુરુવારે બે હજાર ફેબ્રિકેટેડ હાઉસ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત 30 સૌથી વધુ પ્રભાવિત પરિવારોને પણ શિફ્ટ કરી દેવાયા છે.